આઇપીએસ અધિકારી મનોજ કુમાર વર્માને કોલકાતાના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે વર્માને કોલકાતાના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આરજી કાર મેડિકલ કોલેજ કેસના ઉકેલ માટે આંદોલનકારી ડોકટરોને મળ્યા બાદ અને કોલકાતાના ભૂતપૂર્વ પોલીસ કમિશનર વિનીત ગોયલ અને અન્ય બેને બરતરફ કર્યા પછી આ નિમણૂક કરવામાં આવી છે જ્યારે ડોકટરોની મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે જાહેર કરેલી માહિતી અનુસાર રાજ્યમાં ઘણા પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. કોલકાતાના પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલને કોલકાતાના એડીજી અને એસટીએફના આઇજી બનાવવામાં આવ્યા છે જ્યારે તેમની જગ્યાએ મનોજ કુમાર વર્માને કોલકાતાના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે મનોજ કુમાર વર્મા પહેલા બંગાળ પોલીસમાં એડીજી(લો એન્ડ ઓર્ડર) તરીકે કામ કરતા હતા. તેઓ ૧૯૯૮ બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી છે. આ સિવાય અન્ય ૫ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.