બહુચરાજી યાત્રાધામમાં ભોજન પ્રસાદના દરમાં વધારો કરવામાં આવ્યો છે પૂજન પ્રસાદમાં લાડુ ઉમેરી થાળીનો દર ૩૦ રૂપિયાથી વધારીને ૬૦ રૂપિયા કરી દેવામાં આવ્યો છે બહુચરાજી મંદિરમાં વાર્ષિક દાનની કરોડોમાં આવક થતી હોય અંબાજીના જેમ બહુચરાજીમાં પણ વિના મૂલ્ય ભોજન પ્રસાદની સુવિધા કરવામાં આવે તેવી લાગણી ભક્તો વ્યક્ત કરી રહ્યા છે.
બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત બહુચર ભોજનાલયમાં ભોજન પ્રસાદમાં થાળીનો દર ૩૦ રૂપિયાથી વધારીને ૬૦ રૂપિયા કરવામાં આવ્યો છે બહુચર ભોજનાલયમાં અત્યાર સુધી ૨૦૧૮ ના ટેન્ડર મુજબ બપોરે ૩૦ રૂપિયા માં ભોજન પ્રસાદ અપાતો હતો અને રાત્રે ૨૪ રૂપિયામાં ભોજન પ્રસાદ અપાતો હતો તાજેતરમાં જેમ પોર્ટલ મારફતે નવા કરાયેલ ટેન્ડરમાં એલ વન એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં બપોરનું ભોજન લાડુ સાથે થાળીદાર રૂપિયા ૬૦ અને રાત્રી ભોજન પ્રસાદનો થાળીદાર રૂપિયા ૩૬ નક્કી કરવામાં આવ્યો છે અને આ નવા દર એક સપ્ટેમ્બર થી લાગુ કરી દેવામાં આવ્યા છે.