બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અટકવાનો નામ નથી લઈ રહ્યો. અહેવાલો અનુસાર,બાંગ્લાદેશના કાશિમપુર સેન્ટ્રલ સ્મશાનગૃહમાં સ્થિત મંદિરમાં માત્ર પૂજારીની જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી ન હતી, પરંતુ મંદિરને પણ લૂંટવામાં આવ્યું હતું. ઇસ્કોનના કોલકાતા યુનિટે બાંગ્લાદેશના નાટોરમાં સ્મશાનભૂમિ મંદિરમાં ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ પૂજારીની ‘હત્યા’ની નિંદા કરી હતી. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાંથી સતત હિંદુઓ પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ મોહમ્મદ યુનુસની સરકાર નિષ્ક્રીય બેઠી હોય તેવું લાગી રહ્યું છે.
સ્મશાન મંદિરની ઘટના અંગે, ઇસ્કોને બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર ધાર્મિક લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો હતો. શેખ હસીના સરકારના પતન બાદથી દેશનો લઘુમતી સમુદાય ‘સતત ત્રાસ’નો સામનો કરી રહ્યો છે. ઇસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે ‘એકસ’ પર એક વિડિયો પોસ્ટ કર્યો અને કહ્યું, ‘બાંગ્લાદેશના નાટોરમાં કાશીમપુર સેન્ટ્રલ સ્મશાનગૃહ સ્થિત મંદિર પર થયેલા હુમલા વિશે સાંભળીને આઘાત લાગ્યો. કીમતી ચીજવસ્તુઓની લૂંટ કરવામાં આવી હતી અને મંદિરના સેવક તરુણ ચંદ્ર દાસની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેના હાથ-પગ બાંધેલા જાવા મળ્યા હતા. હિંદુ સ્મશાનગૃહ પણ સુરક્ષિત નથી.
તમને જણાવી દઈએ કે વાયરલ થયેલા વીડિયોમાં પૂજારી તરુણ ચંદ્ર દાસની લાશ દેખાઈ રહી છે. વીડિયોમાં પૂજારીના હાથ અને પગ બાંધેલા જાવા મળે છે, જાકે સમાચાર એજન્સી પીટીઆઈ સ્વતંત્ર રીતે વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી શકી નથી. રાધારમણ દાસના જણાવ્યા અનુસાર, પાદરીને હત્યા કરતા પહેલા કદાચ ત્રાસ આપવામાં આવ્યો હતો, કારણ કે તેના હાથ અને પગ બાંધેલા હતા. ઈસ્કોન કોલકાતાના પ્રવક્તાએ કહ્યું, ‘દુષ્કર્મીઓએ મંદિરમાં પણ લૂંટ ચલાવી હતી.’ રાધારમણ દાસે કહ્યું કે બાંગ્લાદેશ પોલીસે આ ઘટનાને લૂંટનો મામલો ગણાવ્યો છે. જા કે, ઘણા કિસ્સામાં પોલીસ ખુલ્લેઆમ કટ્ટરપંથીઓને સમર્થન કરતી હોવાનું બહાર આવ્યું છે.