કુંકાવાવ તાલુકાના બાંભણીયા ગામની સરકારી પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવા તેમ જ રમત ગમતનું જરૂરી મેદાન ઉપલબ્ધ કરાવવા બાબતે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી. ગ્રામજનોની માંગણી મુજબ શાળાના મકાન અને રમતગમતના મેદાન માટે જરૂરી જમીન ૫૬૭૯ મીટર અને આંગણવાડી કેન્દ્ર માટે જરૂરી જમીન ૪૬ ચોરસ મીટરની જરૂર હોય જે બાબતે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને રજૂઆત કરવામાં આવી હતી. જેથી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના પ્રયત્નોથી આ ગામની સરકારી પ્રાથમિક શાળાનું મકાન બનાવવા તથા રમતના મેદાન માટે ઉપયોગમાં આવે એ માટેની જમીન તથા આંગણવાડી કેન્દ્ર બનાવવા માટેની જમીન ફાળવણીનો હુકમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશી વ્યાપી છે. આગામી દિવસોમાં આ જમીન ઉપલબ્ધ થતા ગામમાં સરકારી પ્રાથમિક શાળાનું નવું મકાન અને આંગણવાડી કેન્દ્ર બનાવવાના કામનો આરંભ થશે.