લીલીયા તાલુકાના ગોઢાવદરમાં બાગાયત ખાતા અમરેલી દ્વારા સ્ટાઇપેન્ડ વૃતિકા રસોઈ શો બે દિવસની તાલીમ ગોઢાવદરમાં સખી મંડળની બહેનોને તાલીમ આપવામાં આવી હતી. જિલ્લા કક્ષાએથી બહેનો પોતાના વ્યવસાયમાં આગવી પહેલ કરે તેવા પ્રયત્નો સાથે સરસ મજાનો રસોઈ શો યોજવામાં આવ્યો હતો. સખી મંડળની બહેનો પગભર થઈને પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરે તેવા ઉદ્દેશથી વર્ગ યોજવામાં આવ્યો હતો. રસોઈ શો તાલીમ વર્ગને લઈ બહેનોમાં ઉત્સાહ જાવા મળ્યો હતો.