બાઢડા ગામનો એક પુરુષ તેની પત્ની અને પુત્રીને લઈ સાવરકુંડલા ખરીદી કરવા આવ્યો હતો. તેણે બાઇક લિમડી ચોકમાં પાર્ક કર્યું હતું. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. જયંતીભાઇ ટપુભાઇ મકવાણા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તા.૨૫/૦૧/૨૦૨૫ના રોજ તેઓ તથા તેમના પત્ની, પુત્રી સાથે સાવરકુંડલા ખાતે ખરીદી કરવા માટે આવ્યા હતા. તેમણે લિમડી ચોકમાં પોતાનું બાઇક પાર્ક કર્યું હતું. રૂપિયા ૨૦,૦૦૦ની કિંમતના બાઇકની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.