બાબરકોટ ગામના ખેડૂત ખાતેદારો અને બાબરકોટ ગામના વતની અરજદારો પોતાની માલિકીની જમીન ધરાવતા રતનબેન બચુભાઈ સાંખટ, સમજુબેન હમીરભાઇ, ગભાભાઈ મેઘાભાઈ, રતનબેન અને ભાણાભાઈ ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહેલ છે. થોડા સમયથી અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ ( યુનિટ ગુજરાત સિમેન્ટ વર્ક્સ કોવાયા) સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોના ખેતરના શેઢે અને ખેતરની ત્રણેય બાજુથી માઇનિંગ કરવામાં આવી રહ્યુ છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. જેના કારણે ખેડૂતોના ખેતરમાં કોઈ પાક થતા નથી. જેના લીધે ફરિયાદી ખેડૂત પરિવારનું ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ થઇ રહ્યું છે. જેને લઈ અમરેલી કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.