બાબરામાં અમરાપરાના રામનાથ મંદિરે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીના માર્ગદર્શન મુજબ અમરાપરાની મહિલાને મહિલા દિવસ પર
જાગૃતિ માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલાઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે અમરાપરા તલાટી મંત્રી અંકિતભાઈ ભીમાણી તેમજ ઉપસરપંચ શિવરાજભાઈ વાળા, અમરાપરા પંચાયત કચેરીના કર્મચારી ઘનશ્યામભાઈ અગ્રાવત, તાલુકા પંચાયતના સદસ્ય વિઠલભાઈ બામભણીયા તેમજ આરોગ્ય સ્ટાફ વિગેરે હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો.