બાબરાના કરિયાણા ગામેથી પોલીસે બે જુગારીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ૨૫૪૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગૌતમભાઇ બાબુભાઈ રાઠોડ, મેહુલભાઈ પરષોતમભાઈ દાહોડીયા કરીયાણા ગામે ડુંગર ઉપર ખોડીયાર માતાના ઓટા પાસેથી જુગાર રમતાં ઝડપાયા હતા. જ્યારે દિલીપભાઈ પરષોતમભાઈ નાડોળીયા ફરાર થઈ ગયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.એ. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.