બાબરાના ખંભાળા ગામે વાડીએ ગાયને નીરણ નાખતા એક પુરુષને ગાયે માથું મારતાં તેનું મોત થયું હતું. બનાવ અંગે જોગાભાઈ ઘુઘાભાઈ રાતડીયા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, સનાભાઈ લઘરાભાઈ રાતડીયા (ઉ.વ.૫૮) પોતાની વાડીએ ગાયોને નીરણ નાખવા ગયા ત્યારે ગાયે માથું મારતા નીચે પડી ગયા હતા.
જેના કારણે ગંભીર ઈજા થતાં મરણ પામ્યા હતા. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.જી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.