બાબરાના ખાનપર ગામેથી પોલીસે પાંચ જુગારીઓને રોકડા ૧૦,૬૦૦ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. વસંતભાઇ સોમાભાઇ વાઘેલા, પ્રતાપભાઇ લાભશંકરભાઇ જોષી, જગાભાઇ મોહનભાઇ દેશાણી, તેજાભાઇ તળશીભાઇ સીંસા તથા મનસુખભાઇ ચનાભાઇ પરમાર જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૦,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.પી. ડેર વધુ તપાસ કરી રહ્યા છે.