બાબરાના દરેડ ગામે સસરાએ જમાઈ સામે ફરિયાદ નોધાવી હતી. ગુલાબભાઈ નનુભાઈ કુરેશી (ઉ.વ.૪૬)એ ગઢડામાં રહેતા જમાઈ અબ્બાસભાઈ ભીખુભાઈ કુરેશી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની દીકરી નિખતના લગ્ન આરોપી સાથે થયા હતા. તેમની દીકરી દોઢેક વર્ષથી પોતાના પિયરમાં દરેડ ગામે રિસામણે હતી. જેથી આ વાતનું મનદુઃખ રાખી તેમને તથા તેની દીકરીને અવાર-નવાર ફોન કરી બીભત્સ ગાળો આપી હેરાન કરી મારી નાખવાની ધમકી આપતો હતો. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.એચ.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.