બાબરાના ધરાઈ ગામેથી પોલીસે છ જુગારીઓને રોકડા ૧૦,૫૫૦ સાથે ઝડપી લીધા હતા. વિશ્વજીતભાઇ બાલકૃષ્ણભાઇ જોષી, ધીરૂભાઇ રામજીભાઇ માંગરોળીયા, વિનુભાઇ પરશોત્તમભાઇ બડમલીયા, ધીરૂભાઇ વાલજીભાઇ કથિરીયા, લાખાભાઇ પરબતભાઇ તરવાડીયા તથા મહેશભાઇ પરબતભાઇ ચૌહાણ તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૦,૫૫૦ સાથે ઝડપાયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.વી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.