અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ધરાઈ ગામમાં આશરે ૩૫૦ વર્ષથી બિરાજમાન વૈષ્ણવ સંપ્રદાય પ્રસિદ્ધ પુષ્ટિયાત્રાધામ બાલમુકુન્દ પ્રભુની હવેલી ખાતે ૨૪/૦૧/૨૦૨૫ શુક્રવારના રોજ વ્રજકમલ મનોરથ અને તા.૨૬/૦૧/૨૦૨૫ રવિવારના રોજ છાક મનોરથ યોજાશે. અલૌકિક મનોરથનો સમય બપોરે ૨ કલાકે રાખવામાં આવ્યો છે. આ અતિભવ્ય મનોરથનો લ્હાવો લેવા બાલમુકુન્દ પ્રભુ હવેલી ટ્રસ્ટ અને મુખ્યાજી પરિવાર વતી વૈષ્ણવોને દર્શનનો તથા મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.