બાબરા તાલુકાના બળેલ પીપરીયા ગામે દલિત અને અન્ય સમાજના વિસ્તારમાં છેલ્લા ૫૦ વર્ષથી ચાલી આવતી વરસાદી પાણીના નિકાલની ગંભીર સમસ્યાનું આખરે નિરાકરણ આવ્યું છે. આ વિસ્તારમાં વરસાદ દરમિયાન ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રસ્ત હતા.જિલ્લાના દલિત સમાજના આગેવાન સોમાભાઈ બગડા અને પૂર્વ સરપંચ ભીખાભાઈ દાફડા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી હતી. આખરે સરકાર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે અને હાલમાં આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ સરપંચ મનસુખભાઈ દુધાતની દેખરેખ હેઠળ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.