બાબરાના ભીલડી ગામે સરકારી પ્રાથમિક શાળાના પટાંગણમાંથી સબમર્સિબલ મોટરના કેબલ વાયરની ચોરી થઈ હતી. બનાવ સંદર્ભે શાળાના પ્રિન્સિપાલ જીગ્નેશભાઈ વાલજીભાઈ રૈયાણી (ઉ.વ.૩૯)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તા.૧૯/૦૩/૨૦૨૫ ના સાંજના આશરે સવા પાંચ વાગ્યાથી તા.૨૦/૦૩/૨૦૨૫ ના સવારના અગિયાર વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઇસમે ભીલડી ગામની સરકારી પ્રાથમિક શાળાના પટાંગણમાં આવેલા બોરની બાજુમાં પડેલ પાણી ખેંચવાની સબમર્સિબલ મોટરનો ૫૦૦ ફુટના આશરે રૂ.૧૦,૦૦૦ ની કિંમતના કેબલ વાયરની ચોરી કરીને લઈ ગયો હતો. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.આર. ડેર વધુ તપાસ કરી રહ્યા છે.