બાબરા તાલુકા ના ૧૦થી વધુ ગામોને જોડતા બાબરા મોટાદેવળિયા રોડની છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર હાલત હોવાના કારણે રાહદારીઓમાં આક્રોશ ફેલાયો હતો. ગ્રામ્ય આગેવાનો દ્વારા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત તેમજ જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ નહી આવતા ચમારડી ગામના આગેવાન જીવનભાઈ પીઢડીયાની આગેવાનીમાં ખાડાબુરવા માટેનું ખાતમુહૂર્ત કરી સરકારનો નવતર વિરોધ કરાયો હતો. બાબરાથી મોટાદેવળિયા સુધીના ૨૫ કિમી રોડ સાથે તાલુકાના ૧૦ જેટલા ગામોને જોડતા રસ્તામાં મસમોટા ખાડા હોવાથી અવાર નવાર નાના મોટા અકસ્માતો ની હારમાળા સર્જાય રહી છે જેમાં માનવ જીવ સહિત જાનમાલનું નુકસાન થાય છે અનેકવાર રજુઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ નહી આવતા ચમારડી,વલારડી,કુંવરગઢ સહિતના ગ્રામજનો રોડ ઉપર એકત્ર થઈ માટીથી ખાડા બુરવા માટે ખાતમુહૂર્ત કરી અને જાતે તગારા પાવડા અને ત્રિકમ ચલાવી રસ્તો રીપેર કરવા કામગીરી હાથ ધરી હતી.