બાબરાના લોનકોટડા ગામની સીમમાંથી એક યુવક એક્ટિવા લઇને પસાર થતો હતો ત્યારે અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૧ બોટલ મળી આવી હતી. પોલીસે એક્ટિવા, દારૂ મળી કુલ ૫૪,૭૨૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોટા દેવળીયા ગામેથી મોટર સાયકલ લઈને પસાર થતાં બે યુવક પાસેથી દારૂની બોટલ મળી હતી. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૭ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. ખડાધાર ચેકપોસ્ટ પરથી ચાર સહિત જિલ્લામાંથી સાત પ્યાસી પકાડાયા હતા.