બાબરા તાલુકાના વાંડળીયાથી લુણકી રોડને સુવિધા પથ (સી.સી. રોડ) બનાવવા માટે રૂ. ૪૦ લાખની રકમ લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ મંજૂર કરાવી છે. આ નવા રોડથી સ્થાનિક લોકો સરળતાથી અવરજવર કરી શકશે.ખાસ તો ખેડૂતોને પોતાનો પાક માર્કેટ સુધી પહોંચાડવામાં સરળતા રહેશે. આ સાથે જ, આ વિસ્તારનો વિકાસ થવામાં પણ મદદ મળશે. લોકો ધારાસભ્યના આ પ્રયાસને બિરદાવી રહ્યા છે.