અમરેલી જિલ્લામાં મોબાઈલ ચોરીની ઘટનાઓ દિનપ્રતિદિન વધતી જાય છે. જિલ્લામાં મોબાઈલ ચોરની સંખ્યાઓ જાણે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં બાબરામાં રૂ.૭ર૦૦૦/-નાં મોબાઈલની ચોરી થતાં અજાણ્યા ઈસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. બાબરામાં રહેતા તોફીક મનસુર વાળાએ ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩/૦૯ નાં રોજ રાત્રીનાં આઠેક વાગ્યે તેના મિત્ર ધવલ બાબરા મુકામે ભાદરવી અમાસનાં મેળામાં આવેલ હોય ત્યારે નાસ્તો કરતી વખતે ફરીયાદીનાં ખિસ્સામાંથી રૂ.૭ર૦૦૦નાં મોબાઈલની ચોરી કરી અજાણ્યો શખ્સ નાસી ગયો હતો.