બાબરામાં દેશી-વિદેશી દારૂનું ધુમ વેંચાણ થતું હોવાની ભુતકાળમાં અનેકવાર ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે બાબરા શહેરમાંથી ૧૦ લીટર દેશી દારૂ ઝડપાતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બાબરામાં રહેતા મહેશ દેવરાજ કરકરે પોતાના રહેણાંક મકાનનાં ફળીયામાં દેશી દારૂ રાખેલ હોય તેવી પોલીસને બાતમી મળતા પોલીસે રહેણાંક મકાનમાં રેઈડ કરતા ૧૦ લીટર દેશી દારૂ ઝડપી પાડયો હતો.