બાબરામાં ઉડાન લેડીઝ ક્લબ દ્વારા મહિલા દિવસની ઉજવણી નિમિત્તે સાડીમાં સજ્જ થયેલી મહિલાઓનો ફેશન શો યોજાયો હતો અને તેમાં કેટવોક કરીને સારું પર્ફોર્મન્સ આપનારને ઇનામ આપવામાં આવેલ. જેમાં પ્રથમ ત્રણ ક્રમે વર્ષાબેન કારિયા, વર્ષાબેન ખખ્ખર અને રાધિકાબેન જોગીની પસંદગી થઇ હતી. આ તકે ખત્રી સમાજ વાડીના પ્રમુખ અંતુભાઈ જોગી, રાજશ્રીબેન અઢીયા અમરેલી મહિલા મંડળના પૂર્વ પ્રમુખનો સહકાર મળ્યો હતો.