બાબરામાં રહેતા વલકુભાઇ નાનજીભાઇ બલધાણીયા (ઉ.વ.૪૫) નામના પ્રૌઢ તેના ભત્રીજા અને અન્ય ભાઇ સાથે મેલડી માતાજીના મંદિર પાસે આવેલ તળાવમા ન્હાવા માટે ગયા હતા. અહી વલકુભાઇનુ તળાવમા પાણીમા ડૂબી જવાથી મોત નિપજયું હતુ. બનાવ અંગે રોહિતભાઇ જીકુભાઇ બલધાણીયાએ બાબરા પોલીસ મથકમા જાણ કરી હતી.