બાબરા કાંકરિયા ચોર વિસ્તારમાં નવ નિર્માણ પામેલા મહાન સંત શ્રી લાલબાપાના જન્મ સ્થળને મા કાશી બા ધામ આશ્રમનાં નામે તા.૦૪/૧૨/૨૦૨૪ બુધવારનાં રોજ ખુલ્લું મૂકવામાં આવશે. તા.૦૩/૧૨/૨૦૨૪ ને મંગળવારના રોજ પુજ્ય લાલબાપાની મૂર્તિને જલાધિવાસ, ધન્યાધિવાસ, શૈયાધિવાસની વિધિ અને સાંજે ભોજન પ્રસાદ અને રાત્રીના સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. તારીખ ૦૪/૧૨/૨૦૨૪ ને બુધવારનાં રોજ સવારે યજ્ઞ પ્રારંભ અને સવારે ૧૧ વાગ્યે પૂજ્ય લાલબાપાની મૂર્તિની પ્રતિષ્ઠા પ્રખર રામાયણી કથાકાર પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે કરવામાં આવશે. આ તકે સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી નામી અનામી સંતો, મહંતો, મહામંડલેશ્વરો, ભક્તો હાજર રહેશે.