સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ બાબરા ખાતે આજે ગુરુવારે ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણની જયંતિ નિમિત્તે ‘શિક્ષક દિન’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના આચાર્યએ શિક્ષકોના મહત્વ વિશે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, “શિક્ષકના જીવનમાં બે રંગ હોય છે – સફેદ (ચોક) અને કાળો (બ્લેકબોર્ડ), પરંતુ તેઓ દરેક વિદ્યાર્થીના જીવનને રંગીન બનાવવાનો પ્રયત્ન કરે છે.” આ પ્રસંગે બી.એ. અને બી.કોમના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર પ્રસ્તુતિઓ આપી હતી. જેમાં બસિયા વિરલ, મકવાણા રવિ, જાસલિયા મિતલ, મકવાણા બિંદિયા, ધમણ તનિષા વૃક્ષિતા, અગ્રાવત માહી, ચૌહાણ હેમાદ્રી સહિત અનેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં કુલ ૧૬૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડા. નીરૂબેન બોરિસાણિયા અને પ્રો. પાર્થ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.