બાબરાના તાપડીયા આશ્રમ પાસે ટ્રકની ટક્કરથી દંપતી ઘાયલ થયું હતું. બનાવ અંગે અમરાપરામાં રહેતા જગદીશભાઈ ઠાકરશીભાઈ સાથલપરા (ઉ.વ.૩૫)એ ટ્રક નંબર જીજે ૦૩ બી.ડબલ્યુ. ૫૩૨૩ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પિતા ઠાકરશીભાઇ સાથલપરા તથા માતા શારદાબેન સાથલપરા બન્ને મોટર સાયકલ નંબર જીજે. ૦૧ ડી.પી. ૧૪૫૦ લઇ રાત્રીના આશરે આઠેક વાગ્યે વાડીએ જતા હતા. તે દરમિયાન બાબરા તાપડીયા આશ્રમની સામે રોડ ઉપર ટ્રક રજી.નં.જી.જે.૦૩ બી.ડબલ્યુ. ૫૩૨૩ ના ચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમના પિતા તથા માતાને ઈજા થઈ હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી.કે. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.