લાઠી-બાબરા વિસ્તારનાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા લાઠી-બાબરા તાલુકાના જિલ્લા પંચાયત હસ્તકનાં રસ્તાઓ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે બાબરા તાલુકાના ઉંટવડ-રાયપર રોડને જાડતા માર્ગને સી.સી. રોડ બનાવવા માટે ૪૦ લાખ તેમજ ચમારડી-કુંવરગઢ-અમરવાલપુર-પીરખીજડીયા રોડને જાડતા અમરવાલપુર ગામે રપ લાખના ખર્ચે સી.સી.રોડ મંજૂર કરવામાં આવ્યા છે. નવા સુવિધા પથનાં કામો મંજૂર થતાં સ્થાનિક લોકો દ્વારા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાનો આભાર માનવામાં આવ્યો હતો.