બાબરા તાલુકાના ખંભાળા, સુખપર અને શિરવાણીયા સહિતના ગામડાઓમાં ગામના આંગણવાડી અને ધોરણ એકના બાળકોને શાળામાં નવા પ્રવેશનો ઉત્સાહભર્યો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ નિતીનભાઈ રાઠોડ દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાઠોડ ઘણા સમયથી પાંચાળ પંથકના ગામોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને આજે પણ તેમણે બાળકોને શાળામાં પ્રવેશ કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે બાળકોને અભ્યાસમાં મન લગાવીને ભણવાનું અને જીવનમાં સફળતા મેળવવાનું આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે શાળાના સંચાલકો, શિક્ષકો, આચાર્ય, ગ્રામજનો, આગેવાનો, માતાઓ અને બહેનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.