બાબરા તાલુકાના વાવડા ગામમાં ગુરુવાર, તારીખ ૨ના રોજ રાત્રિ દરમિયાન સમસ્ત કોળી સમાજ દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના વિકાસ અને પ્રગતિ માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સમાજના આગેવાનો દ્વારા સમાજને વધુ સંગઠિત બનાવવા, વ્યસનમુક્તિની દિશામાં આગળ વધવા અને કુરિવાજોથી દૂર રહેવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાબરા તાલુકાના કોળી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.