અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તાલુકાના સુખપર, વાંકિયા, લાલકા સહિતના ગામોમાં ૧૮ થી ૨૦ ઓક્ટોબર દરમિયાન પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.બાબરા તાલુકા પંચાયતના સભ્ય વિનોદભાઈ રૂપાભાઈ ઝાપડીયાએ આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રાહત પેકેજની માંગ કરી છે.
પત્રમાં તેમણે જણાવ્યું છે કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થતાં તેઓ આર્થિક સંકટમાં મુકાયા છે. જેથી સરકાર નુકસાનનો સર્વે કરાવીને રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે.