બાબરા તાલુકામાં તાલુકાની હૃદયસ્પર્શી રામપુરી નાની સિંચાઇ યોજનાના રિપેરીંગ માટે ખેડૂતોની વર્ષો જુની માંગણી સંતોષવા માટે સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જહેમત ઉઠાવી હતી. આ કામ માટે ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરતાં રિસ્ટોરેશન ઓફ રામપુરી એમ.આઇ. સ્કીમ માટે રૂ.૫૪.૩૭ લાખ મંજૂર કરેલ છે. જેમાં તળાવના ઓગનનાં રિપેરીંગનો સમાવેશ થયેલ છે. બાબરા તાલુકાના રામપુરી નાની સિંચાઇ યોજનાના રિપેરીંગની તાતી જરૂર હતી. આ બાબત લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને ધ્યાને આવતા તેમણે સરકારમાં રજૂઆત કરી હતી.
હવે આ ગ્રાન્ટ મંજૂર થતાં આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તેમજ આ પંથકના લોકોએ ધારાસભ્ય જનકભાઇ તળાવીયાનો આભાર માન્યો હતો.