અમરેલી જિલ્લામાં ચોરીના બનાવ અટકે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. જેમાં બાબરા શહેર અને તાલુકામાંથી રાત્રીના સમયે બે શખ્સોને પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાબરા ચમારડી ગામેથી રાત્રીના સમયે મનસુખ નાનજી નગવાડીયા નામનો શખ્સ પોલીસના હાથે ઝડપાયો હતો. તેમજ બાબરા શહેરમાંથી રમેશ પોપટ કાવઠીયા રાત્રીના સમયે ગુનો કરવાના ઈરાદે રખડતો ભટકતો મળી આવ્યો હતો. જ્યારે ધારીમાંથી ફ્રુટ વેચવા માટે અડચણરૂપ રીક્ષા રાખવા બદલ સાગર રમેશ સોલંકી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને અમરેલીમાં વાહનોને અડચણરૂપ થાય તે રીતે ટેમ્પો રાખવા બદલ સાહિલ મુનાભાઈ સાથળીયા નામના શખ્સ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.