બાબાપુરથી ગોપાલગ્રામ સુધી છેલ્લાં ઘણા સમયથી માર્ગ બિસ્માર હાલતમાં છે. આ બાબતે ગ્રામજનો દ્વારા અવારનવાર રજૂઆત પણ કરવામાં આવી છે. આમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. રસ્તો બનાવવા માટે તંત્ર દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવે છે. બિસ્માર માર્ગને કારણે વારંવાર અકસ્માત થતા રહે છે. થોડા દિવસ પહેલા જ સરંભડાના એક એક શિક્ષકનો અકસ્માત થયો હતો. વધુ કોઈ વાહનચાલક અકસ્માતનો ભોગ બને તે પહેલા જ આ માર્ગ રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.