સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર સંચાલિત શાળામાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો દ્વારા પરેડ કરવામાં આવી હતી. પ્રાથમિક શાળા બાબાપુર તથા અધ્યાપન મંદિર તથા બાલઘર, બાલમંદિર બાબાપુર દ્વારા વિદ્યાર્થીઓએ જુદી જુદીકૃતિઓ જેવી કે વ્યસન મુક્તિ નાટક, દેશભક્તિ ડાન્સ, માઇમ, ટિપણી
નૃત્ય રજૂ કરી સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ, ગામના સરપંચ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સંસ્થાનાં નિયામક મંદાકિનીબેન પુરોહિત તથા સંસ્થાના મંત્રી નાગજીભાઈ સાવલિયાની ઉપસ્થિતિમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.