બાબાપુરના શ્રી સર્વોદય સરસ્વતી મંદિર અને શ્રી વી. ડી. ઘેલાણી મહિલા કાલેજ, સાવરકુંડલાના દ્ગ.જી.જી. યુનિટ દ્વારા તા. ૮/૦૧/૨૦૨૫ ને બુધવારના રોજ ગુજરાતના જાણીતા બાળરોગ નિષ્ણાત આઈ.કે. વીજળીવાળાની ઉપસ્થિતિમાં ‘બાળરોગ નિદાન કેમ્પ’ યોજાશે. આ કેમ્પમાં બાળકોની વિવિધ તકલીફો માટે માર્ગદર્શનનો લાભ લેવા જણાવવામાં આવે છે. આ કેમ્પ બાબાપુરના શ્રી સર્વોદય આશ્રમ ખાતે સવારે ૦૯ઃ૦૦ થી ૦૧ઃ૦૦ દરમિયાન યોજાશે. બાળકની જો કોઇ સારવાર ચાલતી હોય તો તેના રિપોર્ટ, દવા વગેરે સાથે લઇ જવા જણાવેલ છે.