રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે આ વર્ષે તા. ૧૦/૦૩/૨૦૨૫ના રોજ રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાયેલ હતી. જેમાં લોકવાર્તા વિભાગમાં પીએમશ્રી “મદદ” ઈશ્વરીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી વામજા જયરાજ સંગીતાબેને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું, ગામનું તથા જિલ્લાનું ગૌરવ વધારેલ છે. લોકવાર્તા વિભાગમાં સમગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ વિદ્યાર્થીને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.