બા ઉભા થયા ને ચાલતા થયા. વળી પાછો દામલ એકલો થયો. વિચારવા લાગ્યો આજે રાતના કેવું થઇ ગયું, ભારે કરી હવે ઊંઘ આવે તેવું ન લાગતા તે ઊભો થયો. બાથરૂમમાં જઇ તેણે તેનું મોઢું ધોયું પછી બહાર નીકળી ટેબલ પર પડેલ એક માસિક હાથમાં લઇ તે વળી પલંગ પર આડો થયો.
માસિકનાં પાનાં આમ – તેમ ફેરવી તેણે થોડું વાંચ્યુ પણ આવા વાંચનમાં પણ જ્યોતિનો ચહેરો સામે આવી જતો. એટલે તો વાંચવાનું પડતુ મુક્યું.
આમ જાઇએ તો દામલનું આખું જીવન જાણે કે જયોતિમય બની ગયું હતું. આજે રવિવાર હતો એટલે દામલને અચાનક યાદ આવ્યું કે, રણમલ સાથે આજે ખોડિયાર ડેમે જવાનું છે.
બધા મિત્રોમાં દામલનો ખાસ મિત્ર રણમલ હતો. પોતાની, પોતાના ઘરની ને સાવ અંગત વાતો રણમલને કહેતા દામલ જરા પણ અચકાતો નહીં આમેય અમુક પ્રકારની અંગત વાત મિત્રને તો કહેવી જ પડે તો જ કંઇક રસ્તો નીકળે ને જીવને પણ શાંતિ મળે. એટલે તો કહેવાય છે કે જીવનમાં એક સારો ને સાચો મિત્ર તો હોવો જ જાઇએ કે જેને આપણે આપણાં સુખ અને દુઃખની વાત કહી શકીએ…
ચાર થવા આવ્યા એટલે દામલ બેઠો થયો, તૈયાર થયા પછી તે રૂમમાંથી બહાર નીકળી ઓસરીમાં આવ્યો. જાયું તો થાળી ખોળામાં રાખી બા…ચોખા કે એવું કંઇક વીણી રહ્યાં હતાં. તરત જ બાએ… એમ જ દામલ સામે જાયું. ત્યાં તો દામલ જ બોલ્યો “હું ને રણમલ આજે ખોડિયાર ડેમ જઈએ છીએ.”
“ખોડિયાર માને પ્રાર્થના પણ કરજા. નિરાંતે આવજા…”બાએ કહ્યું.
દામલ ડેલી બહાર નીકળ્યો રોજના નિયમ પ્રમાણે ચાલીને તે પાનના ગલ્લે પહોંચ્યો ત્યાં આગળ રણમલ તો જાણે કે તેની રાહ જ જાઇ રહ્યો હતો. તેણે તેના મિત્ર માટે પાનનું પાર્સલ પણ કરાવી રાખ્યું હતું. પાર્સલ દામલના હાથમાં આપતા જ રણમલે કહ્યું ઃ “લે ભાઇ, ખાઇ લે…. એટલે પછી આપણે ધીમે ધીમે ચાલતા થઇએ…”
(ક્રમશઃ)