વકફ સુધારા બિલ ૨૦૨૫ ઈદ પછી લોકસભામાં રજૂ કરી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દ્ગડ્ઢછના ઘટક ત્નડ્ઢેં અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલ પર કેન્દ્ર સરકાર ઈદ સુધી વકફ સુધારા બિલ લાવશે નહીં. નીતિશ કુમારને ડર છે કે આ બિલ આ ઓક્ટોબરમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીઓને અસર કરશે. જોકે, જેડીયુ વક્ફ સુધારા બિલના પક્ષમાં છે અને નીતિશ કુમાર દ્વારા આપવામાં આવેલા તમામ સૂચનોને પણ સુધારેલા બિલમાં સ્થાન આપવામાં આવ્યું છે. જોકે, કેન્દ્ર સરકાર વક્ફ સુધારા બિલમાં વિલંબ પાછળ સંસદમાં અન્ય કાયદાકીય કામગીરીનો હવાલો આપી રહી છે.
બિહારમાં વક્ફ બિલ સામે ભારે વિરોધ પ્રદર્શન થયું હતું. ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડે પટનામાં મહાધરણાનું આયોજન કર્યું હતું. વિધાનસભાથી લઈને શેરીઓ સુધી દેખાવો થયા. ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ એઆઇએમપીએલબીના આ વિરોધ પ્રદર્શનને વિવિધ રાજકીય પક્ષોએ ટેકો આપ્યો હતો.એઆઇએમપીએલબીએ સંસદમાં રજૂ કરાયેલા વક્ફ બિલને પાછું ખેંચવાની માંગ કરી અને મુખ્યમંત્રી નીતિશ કુમાર જેવા ધર્મનિરપેક્ષ નેતાઓને આ વિવાદાસ્પદ બિલને સમર્થન આપવા પર પુનર્વિચાર કરવા વિનંતી કરી.
તેજસ્વી યાદવે કહ્યું કે તેમનો પક્ષ આ બિલનો સખત વિરોધ કરશે કારણ કે તે ગેરબંધારણીય અને સરમુખત્યારશાહી સ્વભાવનું છે. આરજેડી નેતાએ કહ્યું કે તે નાગપુરિયા વિચારધારાથી પ્રેરિત છે. તેજસ્વીનો ઈશારો આરએસએસ તરફ હતો, જેનું મુખ્ય મથક મહારાષ્ટ્રના નાગપુરમાં છે. તેજસ્વીએ સીએમ નીતીશ પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક લોકો સત્તાના લોભને કારણે બિલનું સમર્થન કરી રહ્યા છે.
આ વિરોધ પ્રદર્શનમાં ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણ અને ઇÂન્ડયન યુનિયન મુસ્લીમ લીગના સાંસદ ઇટી મોહમ્મદ બશીર જેવા રાજ્ય બહારના નેતાઓ પણ જાડાયા હતા. યુપીના નગીનાના સાંસદ ચંદ્રશેખરે પત્રકારોને જણાવ્યું હતું કે વક્ફ પર હુમલો કર્યા પછી, મોદી સરકાર હવે મુસ્લીમોમાં ઈદની કીટનું વિતરણ કરી રહી છે. આ તો કોઈની આંખો કાઢીને ચશ્મા આપવા જેવું છે.
બિહારમાં સીપીઆઈ ધારાસભ્ય પક્ષના નેતા મહેબૂબ આલમે બિલની તુલના હિટલરે અન્ય ધર્મોના લોકોમાં લોકપ્રિયતા મેળવવા માટે યહૂદીઓને નિશાન બનાવવા સાથે કરી હતી.એઆઇએમઆઇએમ બિહાર એકમના પ્રમુખ અને ધારાસભ્ય અખ્તરુલ ઈમાને આરોપ લગાવ્યો કે દાઢી રાખવા અને ટોપી પહેરવા જેવી પ્રથાઓ માટે અમને પહેલાથી જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. વકફ બિલ એટલા માટે લાવવામાં આવ્યું છે કે મૃતકો પણ બચી ન જાય અને આપણા કબ્રસ્તાનો પર બુલડોઝર ચલાવવામાં આવે.
અગાઉ, ત્રિરંગો લઈને વિધાનસભા પહોંચેલા આરજેડી અને ડાબેરી ધારાસભ્યોએ વક્ફ બિલને લઈને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો, જેના કારણે કાર્યવાહી શરૂ થયાની થોડીવારમાં જ સ્થગિત કરવી પડી હતી. વિપક્ષી ધારાસભ્યોએ વિવાદાસ્પદ બિલની નિંદા કરતા સૂત્રોચ્ચારવાળા પ્લેકાર્ડ પણ પકડ્યા હતા.
Home રસધાર રાજકીય રસધાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલ પર કેન્દ્ર સરકાર ઈદ સુધી વકફ સુધારા...