રાજ્યમાં વિપક્ષી ગઠબંધનની નબળાઈઓ ભાજપ માટે એક મોટી તક છે,

બિહાર વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારમાં પાર્ટીના નેતાઓને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે ગુરુ મંત્ર આપ્યો. શાહે નેતાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે બિહારમાં મતદારોની ટકાવારી વધારવા અને નબળા વિસ્તારોને મજબૂત બનાવવા માટે નક્કર પગલાં લેવા જાઈએ. આ બેઠકમાં, શાહે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉદાહરણો આપીને પાર્ટી નેતાઓને વોટ શેર કેવી રીતે વધારવો તેની રણનીતિ જણાવી.
શાહે બેઠકમાં કહ્યું કે ભાજપે બિહારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે મતદારોની ટકાવારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેમ આપણે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કર્યું હતું. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભાજપને ક્યાંરેય ૨૩ ટકાથી વધુ મત મળ્યા નથી, જ્યારે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ આંકડો ૨૧ ટકાની આસપાસ હતો. પરંતુ પાર્ટીએ આ નબળા વિસ્તારોને ઓળખ્યા અને ત્યાં પ્રયત્નો કેન્દ્રિત કરીને પરિણામોને પોતાની તરફેણમાં ફેરવ્યા. શાહે કહ્યું કે આપણે બિહારમાં પણ આવું જ કરવું પડશે. નબળા બૂથને ચિÂહ્નત કરો અને ત્યાં સખત મહેનત કરો, જેથી આપણે લોકોનો વિશ્વાસ જીતી શકીએ અને મતદાનની ટકાવારી વધારી શકીએ.
શાહે બેઠકમાં હાજર નેતાઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે તેઓ પોતપોતાના વિસ્તારોમાં નબળા બૂથની યાદી શક્ય તેટલી વહેલી તકે તૈયાર કરે. આ માટે, એવું કહેવામાં આવ્યું હતું કે એક ઝુંબેશ શરૂ કરવામાં આવશે, જે આગામી થોડા અઠવાડિયામાં લાગુ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહે નેતાઓને એ પણ સમજાવ્યું કે દરેક બૂથ પર કાર્યકરોની સક્રિયતા અને મતદારો સાથે સીધો સંપર્ક એ જીતની ચાવી છે. તેમણે કહ્યું કે આપણે દરેક ઘર સુધી પહોંચવું પડશે.
આ દરમિયાન શાહે બિહારની રાજકીય પરિસ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે રાજ્યમાં વિપક્ષી ગઠબંધનની નબળાઈઓ ભાજપ માટે એક મોટી તક છે, પરંતુ આ માટે પાર્ટીએ જમીની સ્તરે સંપૂર્ણ તૈયારીઓ કરવી પડશે. ભાજપ બિહારમાં દ્ગડ્ઢછ ગઠબંધનનો ભાગ છે અને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેણે જનતા દળ (યુનાઇટેડ) સાથે મળીને સરકાર બનાવી હતી.
અમિત શાહે બેઠકમાં આગામી છ મહિના માટે વિગતવાર રોડમેપ પણ રજૂ કર્યો. આમાં બૂથ-સ્તરના કાર્યકરોને તાલીમ, મતદાર જાગૃતિ અભિયાન, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર અને સ્થાનિક મુદ્દાઓ ઉઠાવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહે નેતાઓને બિહારના લોકોમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ, જેમ કે ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત અને ખેડૂતો માટે શરૂ કરાયેલી યોજનાઓનો મોટેથી પ્રચાર કરવાનું સૂચન પણ કર્યું.