છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લાના કરેગુટ્ટાના જંગલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં પાંચ નક્સલીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ ત્રણ દિવસ પહેલા સૌથી મોટા નક્સલ વિરોધી ઓપરેશનમાંથી એક શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.
નક્સલવાદીઓ સામેના આ ઓપરેશનમાં અનેક સુરક્ષા એકમો સામેલ છે, જેનો ઉદ્દેશ્ય સરહદી જંગલ વિસ્તારોમાં નક્સલવાદીઓની હાજરી અને માળખાગત સુવિધાઓને ખતમ કરવાનો છે. મળતી માહિતી મુજબ, નક્સલવાદીઓ ચારે બાજુથી ઘેરાયેલા છે.
આ પહેલા, તાજેતરમાં જ, સુરક્ષા દળોએ બીજાપુર જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલીઓને ઠાર માર્યા હતા. એન્કાઉન્ટર સ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. બીજાપુર જિલ્લાના ઇન્દ્રાવતી વિસ્તારના જંગલોમાં નક્સલીઓની હાજરી અંગેની માહિતીના આધારે, જિલ્લા રિઝર્વ ગાર્ડ,બીજાપુર, ડીઆરજી દાંતેવાડા, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન અથવા સીઓબીઆરએની સંયુક્ત ટીમ ઓપરેશન માટે ગઈ હતી.