દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જારશોરથી ચાલી રહી છે. વિવિધ પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત પણ શરૂ કરી દીધી છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ દિલ્હીની બીકે દત્ત કોલોની પહોંચ્યા હતા. અહીં લોકોને સંબોધતા તેમણે કહ્યું, ‘બીજી પાર્ટીના લોકો ૧૧૦૦ રૂપિયા આપી રહ્યા છે. પૈસા લો પણ તેમને વોટ ન આપો. આ લોકોએ ૧૦ વર્ષમાં કોઈ કામ કર્યું નથી અને આજે તેઓ વોટ ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બધું ઈડી,સીબીઆઇ દિલ્હી પોલીસની સામે થઈ રહ્યું છે. આના પર કાર્યવાહી થવી જાઈએ. તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીનો દાવો છે કે આજે સાંજ સુધીમાં મહિલા સન્માન યોજના હેઠળ ૨૨ લાખ મહિલાઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું તેઓએ આગામી થોડા દિવસોમાં નકલી કેસ બનાવીને આતિશીજીની ધરપકડ કરવાની યોજના બનાવી છે. તે પહેલા આપના વરિષ્ઠ નેતાઓ પર દરોડા પાડવામાં આવશે. તેણે એક પછી એક અનેક પોસ્ટ શેર કરી. બીજી પોસ્ટમાં તેણે લખ્યું, ‘આ લોકો દરેક મતદારને ૧૧૦૦ રૂપિયા આપી રહ્યા છે અને તેમની પાર્ટીને વોટ આપવાનું કહી રહ્યા છે. તમે જરૂરિયાતમંદોને મદદ કરો છો કે ખુલ્લેઆમ મત ખરીદો છો? આજે તમારા પિતાને તમારા જેવા દેશદ્રોહી પુત્રથી શરમ આવતી હશે. તે કહે છે કે કોઈ પણ મહિલા પોતાનું ઘર ખાલી હાથે નહીં છોડે. આજથી દિલ્હીભરની મહિલાઓ તેના ઘરે જઈને પૈસા લઈને આવે.
તેમણે આગળ લખ્યું, ‘આ લોકો ચૂંટણી નથી લડતા, તેઓ માત્ર બેઈમાની કરે છે. આ વખતે દિલ્હીની ચૂંટણીમાં તેમના દરેક કાર્યો દેશ સમક્ષ જાહેર થશે. આ લોકોને આખા દેશની સામે ખુલ્લા પાડવામાં આવશે. અત્યારે હું મારા નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના ઘણા વિસ્તારોમાંથી આવું છું. દરેક જગ્યાએ લોકોએ કહ્યું કે આ લોકો ખુલ્લેઆમ વોટ ખરીદી રહ્યા છે. એક વોટ માટે ૧૧૦૦ રૂપિયા આપ્યા. લોકોએ કહ્યું કે લોકો તેમની પાસેથી પૈસા લેશે પરંતુ તેમને વોટ નહીં આપે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ પ્રવેશ વર્માને પોતાનો સીએમ ચહેરો જાહેર કરવા જઈ રહી છે. શું દિલ્હીની જનતા ઈચ્છશે કે આવી વ્યક્તિ તેમનો સીએમ બને? તેમનો એક નેતા પૈસાની વહેંચણી કરતા પકડાયો હતો. દસ વર્ષ સુધી મને ગાળો આપવાને બદલે તમે જનતા માટે કંઈક કામ કર્યું હોત તો આજે ચૂંટણીમાં આ રીતે મત ખરીદવાની જરૂર ન પડી હોત.