(એ.આર.એલ),તાજિકિસ્તાન,તા.૨૨
મધ્ય એશિયાના મુસ્લમ દેશ તાજિકિસ્તાનની સંસદ હિજાબ અને બુરખા જેવા ઇસ્લામિક પહેરવેશ પર પ્રતિબંધ લાદવાનો કાયદો પસાર કર્યો છે. દેશની સરકાર હવે આ કાયદો લાગુ કરવાની છે.
તાજિકિસ્તાનની સંસદના ઉપલા ગૃહ મજલિસી મિલ્લીએ ૧૯ જૂને આ બિલને મંજૂરી આપી હતી જેમાં ઇદ-ઉલ-ફિત્ર અને ઇલ્દ-ઉલ-અદહા દરમિયાન બાળકોના વિદેશી  પર પ્રતિબંધની જાગવાઇ છે. સંસદના નિચલા ગૃહ મજલિસી નમોયંદગોને ગત ૮ મેના રોજ જ આ બિલને પાસ કર્યુ હતું અને બુરખા અને હિજાબ જેવા વિદેશી વ†ો પર પ્રતિબંધ લાદવાની ભલામણ કરી હતી. બિલ પર ચર્ચા દરમિયાન એક સાંસદે કહ્યું હતું કે બુરખો, જે મહિલાઓના ચહેરાને ઢાંકે છે, તે તાજિકિ પરંપરાનો ભાગ નથી. આવા વિદેશી વ†ને તેમના દેશમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. નવા નિયમોનો ભંગ કરવા પર લોકોને આકરો દંડ કરવાન પણ જાગવાઇ છે. બિલની જાગવાઇ અનુસાર કાયદાનો ભંગ કરનારીને ૭,૯૨૦ સોમોની જેટલો દંડ થઇ શકે છે. જ્યારે કંપનીઓ પર ૩૯૫૦૦ સોમોનીનો દંડ થઇ શકે છે. અધિકારીઓ અને ધાર્મિક નેતાઓ પર તેના કરતા પણ વધારે દંડ લગાવવાની વાત કરાઇ છે.