બેંગલુરુ પોલીસે ડિજિટલ ધરપકડ દ્વારા બેંગલુરુના એક સોફ્ટવેર એÂન્જનિયરને અંદાજે ૧૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. તરુણ અને કરણ નામના આ આરોપીઓએ ઈડ્ઢ અને કસ્ટમ ઓફિસર તરીકે ઓળખાવતા પહેલા ટેકી વિજયકુમારની ડિજિટલી ધરપકડ કરી અને પછી વેરિફિકેશનના નામે તેના ખાતામાં હાજર લગભગ ૧૨ કરોડ રૂપિયાની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને આ છેતરપિંડી આચરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓને એવી માહિતી મળી હતી કે પીડિત વિજયકુમારે શેરબજારમાં મોટું રોકાણ કર્યું હતું જેના કારણે તેણે ૧૧ કરોડ ૮૪ લાખ રૂપિયા એકઠા કર્યા હતા. બેંગલુરુ નોર્થ ડિવિઝન હેઠળના જીકેવીકેમાં રહેતા આ યુવકને જ્યારે ખબર પડી કે તેની સાથે ડિજિટલી છેતરપિંડી થઈ છે, ત્યારે તેણે તેની બધી કમાણી ગુમાવી દીધી હતી. આ યુવકે ૧૨ ડિસેમ્બરે પોલીસની સાયબર, ઇકોનોમિક એન્ડ નાર્કોટિક્સ શાખામાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં યુવકે પોલીસને જણાવ્યું હતું કે ૧૧ નવેમ્બરથી ૧૨ ડિસેમ્બરની વચ્ચે ડિજિટલ ફ્રોડ કરનારાઓએ તેની પાસેથી ૧૧ કરોડ ૮૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસને આપેલી ફરિયાદ મુજબ, આ યુવકને ૧૧ નવેમ્બરે આઇવીઆર કોલ આવ્યો હતો. આ કોલમાં કહેવામાં આવ્યું હતું કે આ કોલ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો છે, તેના ફોન નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને તેનો ફોન ૨ કલાકમાં ડિસ્કનેક્ટ થઈ જશે. જ્યારે તેણે કારણ પૂછ્યું, ત્યારે તેને ૮૭૯૧૧૨૦૯૩૭ નંબર પરથી કોલ આવ્યો અને ફોન કરનારે કહ્યું કે તે કોલાબા, મુંબઈનો ક્રાઈમ બ્રાન્ચ ઓફિસર છે અને તેના આધાર નંબર સાથે કોલાબામાં કેસ નોંધવામાં આવ્યો છે. તેમને કહેવામાં આવ્યું કે નરેશ ગોયલ નામના વ્યÂક્તની રૂ. ૬ કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને તેના આધાર કાર્ડ અને ફોનની વિગતો મળી આવી છે.
ફોન પર આ બધું સાંભળીને યુવક ડરી ગયો, ત્યારબાદ તેને બીજા નંબર ૭૪૨૦૯૨૮૨૭૫ પરથી ફોન આવ્યો. તેણે પોતાનો પરિચય કસ્ટમ્સ અને ઇડી ઓફિસર તરીકે આપ્યો અને કહ્યું કે તે યુવકની ડિજિટલી ધરપકડ કરશે અને તેને તેના મોબાઇલ ફોનમાં બે એપ્સ અને સ્કાઇપ ડાઉનલોડ કરવાનું કહ્યું. આ પછી પોલીસ અધિકારીના વેશમાં આવેલા અન્ય એક ગુંડાએ ૯૯૯૭૩૪૨૮૦૧ પરથી વીડિયો કોલ કર્યો અને તેને કહ્યું કે હવે આ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો છે અને માત્ર તેણે જ નહીં પરંતુ તેના બાકીના પરિવારને પણ બાકીના સમય માટે જેલમાં રહેવું પડશે.
આ યુવક ખૂબ જ ડરી ગયો હતો અને તેનો ફાયદો ઉઠાવીને ગુંડાઓએ તેની પાસેથી તેની બેંકમાં જમા રકમની તમામ માહિતી છીનવી લીધી હતી. તેને કહેવામાં આવ્યું કે તેણે તેના ખાતામાંથી પૈસા આરબીઆઈના ખાતામાં જમા કરાવવાના રહેશે અને એકવાર વેરિફિકેશન થઈ ગયા બાદ પૈસા તેના ખાતામાં પાછા મોકલવામાં આવશે. આ પછી ૧૧ નવેમ્બરે યુવકે આઇસીઆઇસીઆઇ બેંકના ખાતામાં ૭૫ લાખ રૂપિયા જમા કરાવ્યા, બીજા દિવસે તેણે યુસીઓ બેંકના ખાતામાં ૩ કરોડ ૧૪ લાખ રૂપિયા જમા કરાવ્યા. આ મની લોન્ડરિંગ કેસમાંથી તેને બહાર કાઢવા માટે વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી, જેથી ઠગોએ તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી ૯૭ લાખ, રૂ. , ૧ કરોડ, ૫૬ લાખ, ૯૬ લાખ અને છેલ્લે ૨ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
આ પછી યુવકને કહેવામાં આવ્યું કે ૧૨મી ડિસેમ્બરની બપોર સુધીમાં તેના ખાતામાં તમામ પૈસા પાછા આવી જશે. સમયસર પૈસા પરત ન આવતા યુવક ગભરાઈ ગયો હતો અને તેણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તમામના ફોન સ્વીચ ઓફ હતા. યુવકે બેંકમાં ફોન કર્યો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. એÂન્જનિયરે જે નવ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા તે તમામ નવ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. જેના કારણે બેંકો તેને બ્લોક કરી શકી નથી. આ પછી તેને સમજાયું કે ડિજિટલ ધરપકડના નામે તેની સાથે આટલી છેતરપિંડી કરવામાં આવી છે. હવે બેંગલુરુ સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.