કોડીનાર પીઆઈ એન.આર.પટેલની સૂચના તેમજ પીએસઆઈ કે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટાઉન બીટના પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ જાની તથા ધીરુભાઇ બાંભણીયા તથા પો.કોન્સ. ભગવાનભાઇ જીણાભાઇ તથા ભીખુશા બચુશા તથા હિંમતભાઇ આતુભાઇ નાઓ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સંયુકત બાતમી રાહે હકિકત મળી કે, ધી નેગોશીએબલ. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના કામે બે વર્ષની સાદી કેદની સજાના હુકમનો આરોપી મોહસીનભાઇ અશરફભાઇ કચ્છી ઉવ૩૭ રહે,કોડીનાર,ભમ્મર શેરી,કોળી ચોરા તા.કોડીનાર વાળો હાલ પાણીદરવાજા ખાતે હાજર છે. જે હકિકત આધારે તપાસ કરતા આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી નામદાર વેરાવળ કોર્ટ હવાલે મોકલી આપ્યો હતો.