અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરીયાના લેટરપેડનો ઉપયોગ કરી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને ખોટી રીતે બદનામ કરવાના કાવતરાની તપાસ આઈ.પી.એસ. અધિકારી નિર્લિપ્ત રાય પાસે કરાવવા રજૂઆત કરવામાં આવી છે. દેવભૂમિ દેવળીયાના અગ્રણી નાથાલાલ સુખડીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતા જણાવ્યું છે કે, જિલ્લામાં અરાજકતા ઉભી કરવા થયેલા ગંભીર કાવતરાના મૂળ સુધી પહોંચવા નિર્લિપ્ત રાયનાં વડપણ હેઠળ તપાસ થાય તો ઈ-મેઈલ આઈ.ડી. સહિતનાં પુરાવાઓ મળી શકે તેમ હોય કાયદેસર પગલા ભરવા તપાસ સોંપવા વિનંતી કરી છે.