મહિલાઓ માટે સુરક્ષીત માનવામાં આવતા ગુજરાતમાં પણ હવે દિવસે દિવસે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે બોટાદમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. અભ્યાસ માટે જતી સગીરાની પાછળ પડી આરોપી સગીરાને હેરાન કરતો હતો. સગીરાને ધાક – ધમકી આપી તેના સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસની કાર્યવાહી હાથ ધરી છે. જા કે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. સૂત્રો દ્વારા પ્રાપ્તથતી માહિતી અનુસાર જીગ્નેશ સાગઠીયા નામના યુવાનની પોલીસે અટકાયત કરી છે.
જીગ્નેશ સાગઠીયા નામનો નરાધમ ૧૭ વર્ષીય સગીરાને અનેક દિવસથી હેરાન-પરેશાન કરતો હોવાનો આરોપ છે. સગીરાનો નંબર લઈ આરોપી તેને મળવા માટે ધાક ધમકી આપતો હતો. ૩૦ નવેમ્બરના રોજ પણ આરોપીએ ધમકી આપીને સગીરાને મળવા બોલાવી હતી. અને પછી ગેસ્ટહાઉસમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર મામલે સગીરાએ તેના પરિવારને જાણ કરી હતી. આખરે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. અને તેના મેડિકલ રિપોર્ટ કરાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.