બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રીની માતા કિમ ફર્નાન્ડીસ હવે આ દુનિયામાં નથી. જેકલીનની માતા ઘણા સમયથી બીમાર હતી, તેમણે આજે અંતિમ શ્વાસ લીધા. અભિનેત્રીની માતાને થોડા સમય પહેલા હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તમામ પ્રયાસો છતાં, ડોકટરો અભિનેત્રીની માતાને બચાવી શકયા નહીં. આ દુઃખના સમયમાં અભિનેત્રીનો પરિવાર પણ તેને ટેકો આપવા માટે મુંબઈ પહોંચી ગયો છે.
અભિનેત્રીની માતાને હાર્ટ સ્ટ્રોકના કારણે આઇસીયુમાં રાખવામાં આવી હતી. હવે અભિનેત્રીની ટીમે પણ તેની માતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. ટીમ જેકલીન ફર્નાન્ડીઝ નામના ઠ હેન્ડલ દ્વારા કરવામાં આવેલા ટ્વીટમાં લખ્યું છે- ‘જેકલીનની પ્રિય માતા કિમ ફર્નાન્ડીઝના નિધનથી અમને ખૂબ જ દુઃખ થયું છે. તે અમને ખૂબ જલ્દી છોડીને ચાલી ગઈ, અને આ અવિશ્વસનીય મુશ્કેલ સમયમાં અમારી સંવેદનાઓ જેકી અને તેના પરિવાર સાથે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે!