બ્રહ્માકુમારીઝ જેસીંગપરા ખાતે રામકથાની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ર૭ યાત્રીઓને ગોળી મારી હત્યા કરાતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, બ્રહ્માકુમારીઝના દીદીઓ તથા ભાજપ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લોકોએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. જેસીંગપરા ખાતે ત્રિદિવસીય રામકથાના બીજા દિવસે કથાની શરૂઆતમાં જ જમ્મુ કાશ્મીરના પહેલગાવમાં ૨૭ યાત્રીઓને ગોળી મારી હત્યા કરાતા આ સદ્ગત આત્માઓને નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ચોટલીયા, મહામંત્રી રાકેશભાઈ સાવલિયા, યોગેશભાઈ ગણાત્રા, ચેરમેન સંદિપભાઈ માંગરોળીયા, બ્રહ્માકુમારીઝ સંસ્થાના કથાકાર બ.કુ. કિંજલદીદી, બ્ર.કુ. તૃપ્તિદીદી, બ્ર.કુ અર્ચનાદીદી, કથાના મુખ્ય યજમાન બ્ર.ક. જયંતિભાઈ પટોળીયા, ભાજપ ઉપપ્રમુખ ધર્મેશભાઈ અજાણી, સંજયભાઈ માલવીયા, દિવ્યેશ વેકરીયા, વિપુલ પટોળીયા, ચેતન બોદર અને મેહુલ લેહરી તથા કથામાં ઉપસ્થિત ૬૦૦ ભાવિકોએ હાથમાં મીણબત્તી લઈ સદ્ગત આત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.