અમરેલી ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સતત ત્રણ દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં જુદા જુદા સ્થળોએ યુવાઓને આધ્યાત્મિક શક્તિ દ્વારા સકારાત્મક દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાઓના પ્રેરણાસ્રોત એવા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે ૧૨ જાન્યુઆરીના રોજ દિવ્ય અનુભૂતિ ભવનના દિવ્યલોક હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓએ ઉપસ્થિત રહી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું હતું.