બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક રોડ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૮ લોકોના મોત થયા છે, જ્યારે ૧૩ લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસનું એક ટાયર ફાટી ગયું, જેના કારણે ડ્રાઈવરે સ્ટેરિયંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ માહિતી ફાયર વિભાગના અધિકારીઓએ આપી હતી, જેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બસમાં ૪૫ મુસાફરો સવાર હતા. જે સાઓ પાઉલોથી નીકળી હતી, પરંતુ રસ્તામાં બસનું ટાયર ફાટી ગયું હતું અને પછી તે ટ્રક સાથે અથડાઈ હતી. એક કાર પણ આવી અને બસ સાથે અથડાઈ, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ત્રણ મુસાફરો હતા, જે બચી ગયા. આ અકસ્માત સવારે ૪ વાગે થયો.
ઘટના સ્થળની તસ્વીરોમાં જાઈ શકાય છે કે કચુંબર થયેલી કાર પર એક ટ્રક ચડેલી છે, તેનું વ્હીલ કારની છત પર છે. મિનસ ગેરેસ ફાયર વિભાગનું કહેવું છે કે અકસ્માત હાઈવે મ્ઇ-૧૧૬ પર થયો હતો. અકસ્માત બાદ વાહનનો કાટમાળ તસવીરોમાં જાઈ શકાય છે. બસમાં લાગેલી આગની તસવીર પણ સામે આવી છે, જેમાં બસ સળગતી જાવા મળી રહી છે.
એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટના સ્થળેથી પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મિનાસ ગેરેસના ગવર્નર રોમ્યુ ઝેમાએ ટીવટર પર જણાવ્યું હતું કે તેમણે ટીઓફિલો ઓટોનીમાં બીઆર-૧૧૬ પર થયેલા દુઃખદ અકસ્માતમાં “પીડિતોને મદદ કરવા અને તેમના પરિવારોને મદદ કરવા આદેશ આપ્યા છે.
૨૦૨૧માં બ્રાઝિલમાં રોડ અકસ્માતથી થતા મૃત્યુ દર ૧૦૦,૦૦૦ લોકો દીઠ ૧૫.૭ હતો, જે આર્જેન્ટીનાના ૮.૮ કરતા ઘણો વધારે હતો. માર્ગ સલામતીના સંદર્ભમાં બ્રાઝિલે ૨૦૩૦ સુધીમાં મૃત્યુની સંખ્યા અડધી કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેનાથી ૮૬,૦૦૦ લોકોના જીવન બચાવવાની અપેક્ષા છે. સપ્ટેમ્બરમાં આવા જ એક અકસ્માતમાં એક બસ પલટી ગઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા.